મોંઘવારીએ માઝા મૂકી : રિટેલ ફુગાવો વધીને ૩.૨૧ ટકા
દેશનાં આર્થિક મોરચે એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારીએ માઝા મૂકતા ઓગસ્ટમાં રિટેલ મોંઘવારીનો આંક વધીને ૩.૨૧ ટકા થયો છે. આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવ ભડકે બળી રહ્યા છે. ગૃહિણીનાં બજેટ ખોરવાઈ ગયા છે. આમઆદમી મોંઘવારીની ચક્કીમાં પિસાઈ રહ્યો છે