રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂને લઈને મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોરોના કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે.