સપ્તાહમાં પાંચમીવાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કૂદકેને ભૂસકે વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ચાર મહિનાથી સ્થિર હતા, હવે તે દરરોજ વધવા લાગ્યા છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ સપ્તાહમાં આ પાંચમો વધારો છે.