ગુજરાત, મ. પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી,
દક્ષિણ પશ્ચિમી ચોમાસુ ઝડપથી દેશના બાકીના ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના અહેવાલ પ્રમાણે આજકાલમાં ચોમાસુ બિહાર, ઝારખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના બાકીના ક્ષેત્રોને તરબતર કરી શકે છે.