Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવી દીધો છે. સુન્ની વક્ફ બોર્ડના વકીલે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે અમે આ ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. મુસ્લિમોએ રામને ઇમામ-એ-હિન્દનો દરજ્જો આપ્યો હતો.

જોકે, મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું હું ચુકાદાથી સંતુષ્ટ નથી. જો કે હું કોર્ટના નિર્ણયનું સમ્માન કરું છું. રામલલાના પક્ષમાં આવેલા ચુકાદાને મુસ્લિમ પક્ષ પડકારશે. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેટલાંય વિરોધાભાસની વાત કહી છે. 

  1. સવાલ 5 એકર જમીનનો નથી. અમે મસ્જિદ કોઇને આપી શકીએ નહીં. મસ્જિદને હટાવી શકાય નહીં. અમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આખો વાંચીને આગળની રણનીતિ બનાવીશું – જફરયાબ જિલાની, મુસ્લિમ પક્ષના વકીલ
  2. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. હું દેશના લોકોને અપીલ કરું છું કે કોઇપણ પ્રકારનો વિવાદ ઉત્પન્ન ના કરે. મુસ્લિમ પક્ષ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નથી. અમે વકીલ રાજીવ ધવન સાથે વાત કરીને આગળનો નિર્ણય કરીશું અને પડકારવા અંગે વિચારીશું. – જફરયાહ જિલાની, મુસ્લિમ પક્ષના વકીલ
  3. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું અને લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરી
  4. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામાજિક તાણવાણાને વધુ મજબૂત કરશે. હું લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરું છું- રક્ષા મંત્રી રાજનાથ સિંહ
  5. અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શહેરમાં વધુ ચાંપતો બંદોબસ્ત કરાયો. સુરક્ષાકર્મી શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે
  6. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સમ્માન કરીએ છીએ. આ રાજ્ય સરકારની ઉપર છે કે તે અમને કયાં જમીન આપે છે. આ બારત માટે ખૂબ મોટો મુદ્દો હતો જેનો ઉકેલ આવવો જરૂરી હતો, હું આ ચુકાદાથી ખુશ છું. – ઇકબાલ અંસારી, મુસ્લિમ પક્ષકાર
  7. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં કેટલાંય વિરોધાભાસની વાત કહી
  8. મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું – હું ચુકાદાથી સંતુષ્ટ નથી. જો કે હું કોર્ટના નિર્ણયનું સમ્માન કરું છું. રામલલાના પક્ષમાં આવેલા ચુકાદાને મુસ્લિમ પક્ષ પડકારશે.
  9. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો સર્વસહમતિ એટલે 5-0થી આવ્યો છે
  10. પાંચ જજોએ કહ્યું કે વિવાદાસ્પદ જમીન હિન્દુઓને સોંપવામાં આવે. કેન્દ્ર સરકાર એક ટ્રસ્ટ બનાવશે જે મંદિરનું નિર્માણ કરાવશે. આ જમીન અત્યારે કેન્દ્ર સરકારની પાસે રહેશે અનેબાદમાં ટ્રસ્ટને અપાશે.
  11. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સુન્ની વક્ફ બોર્ડને 5 એકરની વૈકલ્પિક જમીન ઉપલબ્ધ કરાવાનો નિર્દેશ આપ્યો
  12. સુન્ની વક્ફ બોર્ડના વકીલે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે અમે આ ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. મુસ્લિમોએ રામને ઇમામ-એ-હિન્દનો દરજ્જો આપ્યો હતો.
  13. કેન્દ્ર વિવાદાસ્પદ જમીનને મંદિર નિર્માણ માટે બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપશે. મુસ્લિમોને અયોધ્યામાં 5 એકરની વૈકલ્પિક જમીન મળશે. આ જમીન સુન્ની વકફ બોર્ડને મળશે: સુપ્રીમ કોર્ટ
  14. વિવાદાસ્પદ જમીન પર મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે, 3 મહિનાની અંદર તેનો નિયમ બનાવે કેન્દ્ર: SC
  15. મુસ્લિમોએ એ વાતના પુરાવા રજૂ કર્યા નથી કે 1857 પહેલાં સ્થળ પર તેમનો એક્સક્લુઝિવ કબ્જો હતો. 1949 સુધી તેમણે ત્યાં નમાજ પઢા: SC
  16. વિવાદાસ્પદ જમીન પર મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવે, ત્રણ મહિનાની અંદર તેના નિયમ બનાવે કેન્દ્ર: સુપ્રીમ કોર્ટ
  17. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર વૈકલ્પિક જમીન આપવામાં આવે – સુપ્રીમ કોર્ટ
  18. રામલલાનો દાવો યથાવત, મુસ્લિમોને અન્ય જગ્યા પર જમીન આપવાનો આદેશ
  19. એ વાતના પુરાવા છે કે અંગ્રેજો આવ્યા તે પહેલાં રામ ચબૂતરો અને સીતા રસોઇની હિન્દુ પૂજા કરતા હતા. રેકોર્ડ્સના પુરાવા બતાવે છે કે વિવાદાસ્પદ જમીનના બહારના ભાગમાં હિન્દુઓનો કબ્જો હતો: સુપ્રીમ કોર્ટ
  20. બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર થયુ હતુ, જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. ASIના નિષ્કર્ષોથી સાબિત થાય છે કે નષ્ટ કરાયેલા ઢઆંચાની નીચે મંદિર હતુ: સુપ્રીમ કોર્ટ
  21. હિન્દુઓની આસ્થા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. આસ્થા વૈયક્તિક વિશ્વાસનો વિષય છે: સુપ્રીમ કોર્ટ
  22. હિન્દુઓની આસ્થા અને તેમનો એ વિશ્વાસ કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ નિર્વિવાદ છે: સુપ્રીમ કોર્ટ
  23. કેસનો ચુકાદો ASIના પરિણામોના આધાર પર થઇ શકે નહીં. જમીન પર માલિકી હકનો ચુકાદો કાયદાના હિસાબથી થવો જોઇએ: સુપ્રીમ કોર્ટ
  24. સીજેઆઇ રંજન ગોઇએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શંકાથી પર છે અને તેના અભ્યાસને નજરઅંદાજ કરી શકાય નહીં
  25. નિર્મોહી અખાડાનો દાવો કરાયો રદ્દ, રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો- CJI
  26. શિયા વક્ફ બોર્ડનો દાવો એકતમથી રદ્દ, સીજેઆઇ ગોગોઇએ કહ્યું કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકારતી શિયા વક્ફ બોર્ડનીં સિંગલ લીવ પિટિશન (SLP)ને નકારી દીધી છે.
  27. ચુકાદાની કોપી કોર્ટમાં લાવવામાં આવી, કોર્ટ નંબર-1મા ખીચોખીચ ભીડ
  28. ગૃહમંત્રી અમિત શાહના ઘરે ઉચ્ચસ્તરીય બેઠક માટે પહોંચ્યા ગૃહ સચિવ અજય ભલ્લા
  29. કોર્ટની અંદરથી અપડેટ આવવા લાગ્યા છે. તમામ પક્ષકાર કોર્ટ રૂમમાં બેસી ગયા છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ ઠીક 10:30 વાગ્યાથી ચુકાદો સંભળાવાનું શરૂ કરશે. 
  30. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની અપીલ,  આપણે શાંતિના પક્ષમાં શરૂઆતથી છીએ. હું શાંતિનો પૂજારી છું. આપણે તમામે સુપ્રીમ કોર્ટના નિર્ણયને માનવો જોઇએ.
  31. હું ઉત્તરાખંડના લોકોને અપીલ કરું છું કે સુપ્રીમ કોર્ટનો જે પણ ચુકાદો આવે તેને સ્વીકારે. સોશિયલ મીડિયા કે બીજા પ્લેટફોર્મ પર કોઇપણ પ્રકારની અફવા કે આપત્તિજનક ટિપ્પણીઓ થવી જોઇએ નહીં જેનાથી સામાજિક સૌહાર્દને નુકસાન પહોંચતુ હોય: ત્રિવેન્દ્ર સિંહ રાવત, મુખ્યમંત્રી, ઉત્તરાખંડ
  32. આગ્રામાં તમામ જગ્યાએ ઇન્ટરનેટ સેવા બંધ, દિલ્હીમાં તમામ વીવીઆઈપી લોકોની સુરક્ષામાં કરાયો વધારો. દિલ્હી, મધ્યપ્રદેશ, અને કર્ણાટકમાં શાળા-કોલેજો બંધ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ