ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની વિભક્ત પત્ની ધનશ્રી વર્માને ફેમિલી કોર્ટે આજે છૂટાછેડા મંજૂર કર્યા છે. બોમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે બંનેની છૂટાછેડાની પરસ્પર સંમતિથી કરાયેલી અરજી બાદ ફરજિયાત છ મહિનાનો ગાળો રદ કરીને ફેમિલી કોર્ટને આજે ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આઈપીએલ શરૂ થઈ રહી હોવાથી ચહલ ઉપલબ્ધ થઈ શકશે નહીં એવી નોંધ પણ કરી હતી. છૂટાછેડા મંજૂર થયાનું ચહલ અને વર્માના વકીલોએ કન્ફર્મ કર્યું હતું. ધનશ્રી અને ચહલ બંને આજે બાંદરાની ફેમિલી કોર્ટ ખાતે ઉપસ્થિત થયાં હતાં.