ગ્લોબલ ઓર્ડરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટનના લેસ્ટરમાં કટ્ટરવાદીઓ દ્વારા શિવ મંદિર પર હુમલા અને હિંસાની ઘટનાઓ પાછળ બ્રિટનમાં સક્રિય યૂટયૂબર મોહમ્મદ હિજાબ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. તેને લોકોની ભીડ ભેગી કરવા અને ઉશ્કેરવા પાછળનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
એવા અહેવાલો છે કે લેસ્ટરમાં થયેલા હુમલા પૂર્વાયોજિત હતા, ટાર્ગેટ કરીને જ હિંસા ભડકાવવાનો પ્રયાસ થયો હતો. ઓગસ્ટના અંતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ જ આ વિસ્તારમાં કટ્ટરવાદીઓ સક્રિય થઇ ગયા હતા. જેમાં આ યૂટયૂરનો પણ હાથ માનવામાં આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થયો હતો.