વીડિયો શેરિંગ વેબસાઈટ યૂટ્યુબ ભારતીય સમયાનુસાર બુધવારે સવારે 6:30 વાગ્યાથી ઠપ થઈ ગયું હતું જે થોડા કલાક બાદ ફરી શરૂ થઈ ગયું છે. વિશ્વભરના યૂઝર્સથી યૂટ્યુબમાં એરરની ફરિયાદ મળી હતી. ડેસ્કટોપ વર્ઝન પર વેબસાઈટ ટેમ્પલેટ જોવા મળી રહ્યું હતું પરંતુ વીડિયો પ્લે થતો ન હતો. વીડિયો પર ક્લિક કરતાં જ ઈન્ટરનલ સર્વર એરર જોવા મળતું હતું જેને પગલે વિશ્વભરના યૂઝર્સને ભારે તકલીફ પડી હતી. જો કે આ અંગેના સંજ્ઞાન લેતાં કંપનીએ આ ખરાબીને જલદીથી ઠીક કરવાની વાત કરી હતી અને થોડાં કલાક બાદ યૂટ્યુબ કામ કરવા લાગ્યું હતું.
યૂટ્યુબની ખરાબી ઠીક કર્યાં બાદ કંપનીએ ટ્વિટર પર કહ્યું, "અમે પરત આવી ગયાં છીએ. તમારા લોકોના ધૈર્ય માટે ધન્યવાદ. જો તમને લોકોને નિયમિત કોઈ પરેશાની થાય છે તો અમને જરૂર જણાવજો."