યુ ટયુબ દ્વારા જારી કરવામાં આવેલા જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરના એન્ફોર્સમેન્ટ અહેવાલ અનુસાર સતત અગિયારમાં કવાર્ટરમાં વિડિયો દૂર કરવામાં આવેલા દેશોની યાદીમાં ભારત મોખરે રહ્યું છે. એપ્રિલ-જુન ૨૦૨૦માં આ યાદીમાં યુએસ મોખરે હતું તેનું સ્થાન હવે ભારતે લીધું છે.છેલ્લા એક વર્ષમાં વિડિયો શેરિંગ પ્લેટફોર્મ યુ ટયુબ પરથી સૌથી મોટી સંખ્યામાં ભારતમાંથી વિડિયો દૂર કરવામાં આવ્યા છે.