યૂટ્યૂબના સીઈઓ સુસાન વોઝ્સકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. Googleની પેરેન્ટ્સ કંપની Alphabet Incએ ગુરુવારે જણાવ્યું છે કે, YouTubeના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)સુસાન ડાયને વોઝ્સકીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું સ્થાન ભારતીય મૂળના અમેરિકી નીલ મોહન લેશે. વોઝ્સ્કી (54) એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, તે પોતાના પરિવાર સાથે વધારે સમય વિતાવવા માગે છે. તે પોતાની તબિયત અને વ્યક્તિગત જીવન પર ધ્યાન આપવા માગે છે. વોઝ્સકીએ જણાવ્યું કે, આ પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી તેઓ આ પદ પર બની રહેશે અને તે ગૂગલની પેરેન્ટ્સ કંપની અલ્ફાબેટ ઈંકમાં કામ કરતા એક સલાહકારની ભૂમિકા પણ નિભાવશે.