બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં સો ફૂટ ઊંડા કૂવામાં સાપ અને કૂતરું પડતા તેમને બચાવવા માટે સ્થાનિકોએ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને જાણ કરી હતી. ટ્રસ્ટના માણસો ઘટનાસ્થળે પહોંચી પોતાના જીવને જોખમે મૂકી કૂવામાં પડેલા સાપ અને કૂતરાને ચાર કલાકની જહેમત ઉઠાવ્યા બાદ જીવિત હાલતમાં બહાર કાઢી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું .