સૌરભ ચૌધરીએ યુવા ઓલંમ્પિક ગેમ્સમાં અહીં પુરૂષોની 10 મીટર એર પિસ્ટોતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેનાથી ભારતીય શૂટરોની ટીમ આ સ્પર્ધામાં અત્યાર સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહી છે. 16 વર્ષના ચૌધરીએ 244.2 પોઈન્ટ બનાવ્યા અને તે સાઉથ કોરિયાના સુંગ યુન્હો (236.7)થી આગળ રહ્યો હતો.
સ્વિટ્ઝરલેન્ડના સોલારી જૈસને 215.6 પોઈન્ટની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીઓ 8 શૂટરો વચ્ચે રમાયેલી ફાઇનલમાં 10 અને સૌથી વધુ 18નો સ્કોર કર્યો હતો. એશિયન ગેમ્સ અને જૂનિયર આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા ચૌધરી ક્વોલિફાઇંગમાં 580 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો.