હાર્દિકની ઉદ્ધવ સાથેની મુલાકાતે આંદોલનગ્રસ્ત ગુજરાતમાં વમળો સર્જ્યા. લાલજી પટેલે કહ્યું કે પાટીદારોએ તેને હિરો બનાવ્યો છે, ત્યારે તેને આવું રાજકારણ ન રમવું જોઈએ. તો દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આ આઘાતજનક છે. મારા તેને પ્રગતિશીલ વિચારધારા તરફ લઈ જવાના પ્રયાસ પર પાણી ફરી વળ્યું. PASS પ્રવક્તાએ કહ્યું કે આ વ્યક્તિગત મુલાકાત હતી, તે શિવસેનામાં જોડાયો નથી.