ઉત્તર પ્રદેશમાં બુધવારે વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં કુલ નવ જિલ્લાની 60 બેઠકો પર મતદાન યોજાશે. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ઉત્તર પ્રદેશમાં વિવિધ સૃથળોની મુલાકાત લઇ રહ્યા છે. તેઓ પ્રયાગરાજ, ગોરખપુર અને વારાણસી જિલ્લાઓની મુલાકાત લેશે કે જ્યાં મતદાન યોજાવા જઇ રહ્યું છે.
દરમિયાન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા સૌરભ ઉપાધ્યાયે કહ્યું હતું કે પ્રયાગરાજમાં 23મીએ, ગોરખપુરમાં 28મીએ અને વારાણસીમાં 2 માર્ચના રોજ ભારતીય કિસાન યુનિયન પ્રેસ કોન્ફરન્સ યોજશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, શીવકુમાર શર્મા અને અન્ય નેતાઓ આ જિલ્લાઓની મુલાકાત લેશે. પ્રયાગરાજમાં 27મીએ, ગોરખપુરમાં 3 માર્ચે, વારાણસીમાં સાત માર્ચે ચૂંટણી યોજાશે.