અમેરિકામાં લીગો એક્સપરિમેન્ટમાં કાર્યરત ડો.કરણ જાનીએ એ વાતનું દુખ વ્યક્ત કર્યું કે ડો.પી.સી.વૈધનું સન્માન કરવામાં ગુજરાત ઉણું ઉતર્યું. મૂળ વડોદરાના અને હાલ જ્યોર્જિયા ટેક યુનિ.માં કાર્યરત ડો.જાનીએ કહ્યું કે આઈન્સ્ટાઈની થિયરી પર કામ કરતાં વૈજ્ઞાનિકો માટે પી.સી.વૈધની થિયરી પથદર્શક છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની જાગૃતિ માટેના કાર્યક્રમમાં ડો.જાની આવ્યા હતા. તેમણે દેશમાં વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવાની જરુરિયાત પર પણ ભાર મૂક્યો.