ભારતીય સૈન્યમાં મહિલા અધિકારીઓના કમીશન ઓફિસર તરીકે નિમણુક મુદ્દે હવે કોસ્ટ ગાર્ડની પણ એન્ટ્રી થઇ ગઇ છે. કોસ્ટ ગાર્ડમાં કાયમી કમિશન આપવાની ના પાડવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો. અને સવાલ સરકારને સવાલ કર્યો હતો કે તમે આટલા બધા પિતૃસત્તાત્મક કેમ બની રહ્યા છો? સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની બેંચ દ્વારા એક મહિલા અધિકારીની અરજીની સુનાવણી દરમિયાન આ સવાલ કર્યો હતો.