તાજેતરમાં જ પોતાના નિવેદનો અને કહેવાતા ચમત્કારો બતાવવાના દાવાઓને કારણે ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી એક વખત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વિવાદાસ્પદ નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનું સૂત્ર હતું કે, 'તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા' હવે મારું પણ એવું જ સૂત્ર છે કે 'તુમ હમારા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેગેં' બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કહ્યું કે, આ સૂત્ર દેશભરમાં ફેલાવવા માટે એક થવું જોઈએ.