ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થશે. જેની વિશ્વ હિંદૂ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પુષ્ટિ કરી છે.
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.