Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લૉકડાઉન વચ્ચે દેશભરમાં એક મોટી અવર-જવર શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજાં રાજ્યોમાં ફસાયેલા યુપીના મજૂરોને પાછા લાવવાનો નિર્ણય લીધો છે. તેમણે શુક્રવારે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે બીજાં રાજ્યો સાથે વાતચીત કરીને મજૂરોની યાદી મગાવો, જેથી એ પ્રમાણે બસો મોકલી શકાય.

14 દિવસનું ક્વોરન્ટીન પૂરું કરી ચૂકેલા મજૂરોને જ લવાશે, હજુ 14 દિવસ ક્વોરન્ટીનમાં રખાશે:
મજૂરોની વાપસીની પ્રક્રિયા તબક્કાવાર થશે. બીજાં રાજ્યોમાં યુપીના જે મજૂરોએ ક્વોરન્ટીન પૂરું કરી લીધું છે તેમને જ પાછા લવાશે. બોર્ડર પર સ્ક્રીનિંગ પછી તેમને જિલ્લામાં મોકલાશે. જિલ્લામાં ફરી તેમને 14 દિવસ ક્વોરન્ટીનમાં રખાશે. પૂલ ટેસ્ટિંગ પણ કરાશે. ઘરે મોકલતી સમયે દરેક મજૂરને એક હજાર રૂપિયા અને રાશન કિટ અપાશે. જોકે કોટાથી લવાયેલા વિદ્યાર્થીઓને 14 દિવસ ઘરમાં જ ક્વોરન્ટીન રહેવા કહેવાયું હતું.

6 મહિનામાં 15 લાખ લોકોને રોજગાર આપવાની યોજના જેથી લોકો બીજા રાજ્યોમાં પાછા ન જાય યોગીએ અધિકારીઓને કહ્યું કે તે પાછા લાવેલા મજૂરોને રાજ્યમાં જ રોજગાર ઉપલબ્ધ કરાવે જેથી કામ માટે તેમણે બીજાં રાજ્યોમાં ન જવું પડે. તેમણે છ મહિનામાં 15 લાખ રોજગારની યોજના પર કામ કરવા નિર્દેશ આપ્યો. તમામ વિભાગોને રોજગારના મુદ્દે એક સપ્તાહમાં પ્રેઝેન્ટેશન તૈયાર કરવા કહેવાયું છે. તેમણે કહ્યું કે લૉકડાઉન પછી લોન મેળા અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ