રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ હવે યોગી કેબિનેટે સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. અયોધ્યાના સોહાવલ તહસીલના ધન્નીપુર ગામમાં સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાનો નિર્ણય કરાયો છે. સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે આજે પાંચ એકર જમીનનો પ્રસ્તાવ પસાર થઈ ગયો છે. મસ્જિદ માટે ધન્નીપુરમાં જમીન ફાળવવામાં આવશે. જે રામજન્મભૂમિથી આશરે 18 કિલોમીટર દૂર છે.