ઉત્તર પ્રદેશના હાથરસમાં અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપ મામલે શનિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે પોલીસની કાર્યવાહીને લઈ સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. તેથી પ્રદેશની યોગી સરકારને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે યોગી સરકારે કેસની સીબીઆઈ(CBI) તપાસ કરાવવાની ભલામણ કરી છે.
આ અંગે ખુદ યોગી આદિત્યનાથે શનિવારે ટ્વીટ કરી આ સમાચારની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ મામલાની સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી રહી હતી. જોકે, પીડિતાના પરિવારે સીબીઆઈ તપાસની કોઈ માગ રાખી નહોતી. શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાના પરિજનોએ મામલાની ન્યાયિક તપાસની માગ કરી હતી. ત્યારે તેના થોડા સમય પછી જ CMએ ઘટનાની સીબીઆઈ તપાસની જાહેરાત કરી.