રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા, મોટીવેશનલ વક્તા અને જાણીતા સમાજ સેવી યોગેશ ચુડગર લિખિત સંવેદનના સંકલિત કરતી સંવેદનશીલ કથાઓના સંગ્રહ પુસ્તિકા “સાચો હીરો”નું આજે શહેરના જીએલએસ ઓડિટોરિયમમાં જાણીતા લેખિકા અને નવી પેઢીના મોટીવેશનલ કોલમનિસ્ટ તથા પ્રખર વક્તા એવા શ્રીમતી કાજલ ઓઝા વૈધના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્રીમતી કાજલ ઓઝા વૈધે આ વાર્તા સંગ્રહના અનેક પ્રેરણાદાયી પ્રસંગો ટાંકીને કહ્યું હતું કે આ પુસ્તક યોગશભાઇના જીવનના અનુભવનો નિચોડ છે, જીવનમાં નિરાશા-હતાશા આવી હોય તો તેમાંથી બહાર નિકળવાનો સાચો અને સારો માર્ગ બતાવે છે. અને આજની નવી પેઢીના તમામે તેને એકવાર તો વાંચવુ જ પડે એ રીતે તે “જીને કી રાહ” અને દીવાદાંડી રૂપ છે.
આ પ્રસંગે શ્રીમતી કાજલે સંખ્યાબંધ ઉદાહરણો ટાંકીને આજની નવી પેઢીની ખામીઓ વર્ણવીને બાળકોને સાચા હીરો જેવા આવા પુસ્તકો વાંચવા જો ભાર મૂકશે તો નવી પેઢીના બાળકો-યુવાઓના મોબાઇલ-ઇન્સ્ટાગ્રામ અને વોટેસએપ જેવા નકામા સોશ્યલ મિડિયાના પ્રદૂષિત વાતાવરણમાં શુધ્ધ અને પ્રેરક વાંચન કરીને જીવનમાં આમૂલ પરિવર્ત લાવવા માટે ચોક્કસ પ્રોરિત થશે. પુસ્તકમાં વિવિધ પ્રસંગોને આવરીને મૂકાયેલી વાર્તાઓ અંગે કહ્યું કે આ પુસ્તક દરેક ઘરમાં હોવુ જ જોઇએ. બદલાતા સમયની સાથે આપણે બદલાવાનુ છે. બદલાતી જતી પેઢી દર પેઢીની વાર્તાઓ છે. અને વાર્તાઓનું પ્લેસીંગ પણ વાંચકને અનુરૂપ છે.આપણે વાર્તાના શિર્ષક સાચો હીરો બનવુ હોય તો આ પુસ્તક એક જ બેઠકે વાંચવુ ગમે એવુ સરળ ભાષામાં લખાયેલુ છે. આખરે તો શ્રોતા અને વાચકો જ શ્રેષ્ઠ ચતુર હોય છે.
આજના ગૂગલિયા યુગમાં બાળ વાર્તાઓ સાવ ભૂલાઇ ગઇ છે.બાળકોને વાર્તા કહેવાનો આખો અભિગમ જ જતો રહ્યો છે અને તેને નવી પેઢીના માતા-પિતા કે વાલીઓએ ફરી અપનાવવુ પડશે. સંતાનો અને પૌત્ર-પૌત્રીઓને બાળવાર્તાઓ કહેવાનો સમય આવી ગયો છે.
મુખ્ય મહેમાનપદેથી જાણીતા દૈનિક જયહિન્દના તંત્રી યશવંતભાઇ શાહે પણ લેખક અને પુસ્તકનો ઉલ્લેખ કરીને આજની નવી પેઢી લાયબ્રેરીમાં જતી થાય તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. યોગેશભાઇની સંવેદનનાને પ્રગટ કરતી વાર્તાઓ પ્રસિધ્ધ માટે આગ્રહ એટલા માટે હતો કેમ કે તેમની કલમમાં સંવેદના ઝળકતી હતી અને નવી પેઢી સુધી તેને પહોંચાડવાના એક પ્રયાસરૂપે તેંમને લખવા માટે પ્રેરિત કર્યા હતા.તેમણે આજની કડવા વાસ્તવિકતા ઉજાગર કરતાં કહ્યું કે આજે સાહિત્ય વેચાય છો પણ વંચાતુ નથી. લોકો પાસે સાહિત્ય વાંચવાનો સમય નતી કે અભિગમ નથી, જો કે મહામારી કોરોનાકાળના દોઢ-બે વર્ષમાં ઘરે રહેલા લોકોને કોરોનાએ સાહિત્યના પુસ્તકો વાંચતા કર્યા તો છે. પુસ્તકો વાંચશો તો સાહિત્યની મોટી સેવા કરી કહેવાશે.
જ્યારે ગુજરાતના અને દેશના જાણીતા ધારાશાસ્ત્રી સુધીરભાઇ નાણાવટીએ યોગેશભાઇ સાથેના પારિવારિક સંબંધો વર્ણવીને યોગેશભાઇને તેમના જીવનમાં જે અનુભવ થયો જે સમાજ સેવા કરી અને સમાજમાં શું બની રહ્યું છે અને તેમાંથી કઇ રીતે બહાર આવી શકાય તેના નિચોડરૂપે સાચો હીરો વાર્તાસંગ્રહ લખીને વધુ એક સમાજ સેવાનું ઉમદાકાર્ય કર્યું છે. તેમની વાર્તાઓ અને પ્રસંગો જુની અને નવી પેઢી વચ્ચેની ખાલી જગ્યા પૂરવાનું કામ કરે છે, અને તે આજના સમયની માંગ પણ છે. તેમણે સમયનો સદુપયોગ કઇ રીતે કરવો તે લેખક યોગેશભાઇ પાસેથી શિખવા નવી પેઢીને હાકલ કરી હતી..