Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા. જે બાદ હવે ગુજરાત વિધાનસભાનું વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે. આજ તમામ ચૂંટાયેલા ધારાસભ્ય શપથ યોજાશે. સીએમ ભુપેન્દ્ર પટેલથી શપથ લેવાના શરૂઆત થશે
વિધાનસભામાં શાસક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉત્તર ગુજરાતના મોટા ઓબીસી નેતા એવા શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપાધ્યક્ષ પદે શહેરા બેઠકના સિનિયર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ બંને હોદ્દા પર સહકાર ક્ષેત્રના મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આજે આ બન્ને નેતાઓ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભર્યું હતું. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ