એક બાજુ ભારત ચીન વચ્ચે યુદ્ધ જેવા માહોલ છે, ત્યારે બીજી બાજુ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઇન્ડો તિબેટીયન બોર્ડર સિકયુરિટી ફોર્સ (ITBP)ના જવાનોએ લદ્દાખમાં 18 હજાર ફૂટની ઉંચાઈ પર યોગ અને પ્રાણાયામ કર્યા હતા. લદ્દાખમાં બરફથી ઢંકાયેલી સફેદ જમીન પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ITBPના જવાનોની ટીમે યોગ કર્યા. લદ્દાખમાં જે સ્થળે જવાનોએ યોગ કર્યો ત્યાંનું તાપમાન ઝીરો ડિગ્રી કરતા પણ નીચું છે. બરફની સફેદ ચાદર પર જવાનો દ્વારા યોગ અભ્યાસ એક ખૂબ જ સુંદર દૃશ્ય પ્રસ્તુત કરતું હતું.
જણાવી દઈએ કે, તાજેતરમાં લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ચીન-ભારતની સરહદ પણ લદ્દાખમાં જ છે. ITBPના જવાનો આ બોર્ડર પર દેખરેખ રાખે છે.