દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ વર્ષે માનવતા માટે યોગાસનો એવી થીમ રાખવામાં આવી છે. દુનિયાના ૧૯૦ દેશોમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. એમાં લગભગ ૨૫ કરોડ જેટલા લોકો યોગાસનો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં ૧૫ હજાર લોકોની હાજરીમાં યોગાસનો કરશે. વહેલી સવારે ૫.૩૦ કલાકે વડાપ્રધાનના ભાષણ સાથે યોગ દિવસની ઉજવણી થશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને બધાને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી.