સુરત: 21મી તારીખે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં યોજાઇ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 1.45 લાખ લોકો ભેગા થઇન યોગ કરી રહ્યા છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 'એક પૃથ્વી એક સ્વાસ્થ્ય'ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.