2018માં ઇન્ટરનેશનલ યોગા ડે અગાઉ ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા યોગા ક્રૂઝનું આયોજન વેજિટેરિયન વિઝન અને મલ્લખંભ ફેડરેશન યુએસએના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. આ ક્રૂઝ યોગાની થીમ પર તૈયાર કરાયું હતું, જેમાં 400થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા. સ્ટેટ ઓફ ધ આર્ટ યાટને ‘સ્કાયલાઇન પ્રિન્સેસ’ નામ આપવામાં આવ્યું હતું.