યોગ અને કેથોલિક શ્રદ્ધા ક્યારેય એકસાથે ના હોઈ શકે. કોટ્ટયમ ખાતે સાયરો-મલાબાર ચર્ચના આ નિવેદનથી વિવાદ સર્જાયો છે. આ ધાર્મિક સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં આ બાબતને ખાસ ટાંકવામાં આવી છે કે ખ્રિસ્તી ધર્મમાં યોગના માધ્યમથી આધ્યાત્મિક અનુભવ ના મેળવી શકાય. યોગા એન્ડ કેથોલિક ફેઈથ શિર્ષક હેઠળના આ અહેવાલમાં યોગ અને કેથોલિક ધર્મને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી થઈ છે.