ઋષિકેશ ભારતનું યોગ કેપિટલ ગણાય છે. અહીંના યોગગુરુનો લાભ દક્ષિણ પૂર્વ એશિયાના દેશ લઈ રહ્યા છે. માત્ર ચીનમાં જ લગભગ 1,500 યોગ શિક્ષક ભારતના છે,જેમાંથી 70 થી 80 ટકા ઋષિકેશના છે. ચીનના બેઈજિંગમાં યોગની સંસ્થા ચલાવતા આશિષ બહુગુણાનું કહેવું છે કે ચીનમાં ભારતીય યોગીને પસંદ કરાય છે, યોગનું મૂળભૂત વિજ્ઞાન ભારતના યોગી જ જાણે છે.