Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઈબ્રાહીમ પટેલ

    મુંબઈ, તા. ૧૩: પશ્ચિમ ભારતના સૌથી મોટા રૂ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પિંક વોર્મ રોગચાળાને લીધે ઉપજ (યીલ્ડ) ઓછું આવશે, એવું નિર્ધારિત થઇ જતા ખેડૂતોએ પાકની પહેલી પીક (લણણી) લઈને ખેતરમાંથી છોડવા ઉખાડી નાખ્યા હતા. દર વર્ષે સરેરાશ બીજી અને ત્રીજી લણણી કર્યા પછી પાક ઉપાડી લેવાતો હોય છે. કોટન ટ્રેડરો હવે એવું માનવા લાગ્યા છે કે ૨૦૧૮-૧૯નો પાક ગતવર્ષના ૩૭૦ લાખ ગાંસડીથી ૧૨ ટકા ઘટીને, ૨૦૦૯-૧૦ પછીનો સૌથી ઓછો ૩૨૫ લાખ ગાંસડી આવશે. અલબત્ત સરકારી સંસ્થા કોટન એડવાઈઝરી બોર્ડે આ અનુમાન ૩૬૧ લાખ ગાંસડીનું મુક્યું છે. શક્યતા એવી છે કે મોસમના અંતિમ તબક્કાના નબળા પાકની અસર ભાવ પર જોવા મળશે.

    કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયા (સીએઆઈ)ના પ્રમુખ અતુલ ગણાતરાએ પાકના નવા અનુમાન, ગત મહિનાના ૩૪૩.૨૫ લાખ ગાંસડીથી ઘટાડીને હવે ૩૪૦.૨૫ લાખ ગાંસડી અને મિલ વપરાશ ૩૨૪ લાખ ગાંસડી મુક્યા હતા. તેમણે કહ્યું હતું કે મોસમના પ્રથમ બે મહિના ઓક્ટોબર અને નવેંબરમાં ૯૫ લાખ ગાંસડી બજારમાં આવી ગઈ હતી. અને આ ગાળામાં આયાત બે લાખ ગાંસડી થઇ હતી. ૧ ઓક્ટોબરે શરુ થયેલી નવી રૂ મોસમનો ખૂલતો સ્ટોક ૨૩ લાખ ગાંસડી મુકવામાં આવ્યો હતો.

    જુન મહિના સુધી ટ્રેડરો એવું માનતા હતા કે બીજિંગ અને વોશિંગ્ટન વેપાર મમતે ચડ્યા હોઈ, ચીનની મોટી માંગ નીકળશે એવી ધારણા બાંધી ૧૦૦ લાખ નિકાસ લક્ષ્યાંક અંદાજ્યો હતો. રૂ નિકાસકાર પેઢી ડીડી સેક્સરિયાના અરુણ સેક્સરિયાનાં મતે રૂ પાક ઘટતા નિકાસ પુરાંત ઓછી થઇ જશે અને સ્થાનિક બજારમાં ભાવ વધવાની શક્યતા વધી જશે. હવે આપણે ૫૦ કે ૬૦ લાખ ગાંસડી રૂ નિકાસ કરવાની સ્થિતિમાં રહીશું. તેમનું કહેવું છે કે ભારતીય રૂ જાગતિક બજાર કરતા હજુ પણ સસ્તું હોવાથી આગામી મહિનાઓમાં સારી નિકાસ માંગ જળવાઈ રહેવાની શક્યતા છે. ભારતીય નિકાસકારો અત્યારે ૮૪થી ૮૫ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) સીએનએફ બાંગ્લાદેશ અને વિયેતનામ ઓફર કરી રહ્યા છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલના નિકાસકારો ૯૦ સેન્ટ ઓફર કરે છે.

    આઈસીઈ યુએસ કોટન માર્ચ વાયદો ગુરુવારે ૮૦.૦૨ સેન્ટ બોલાયો હતો. અતુલ ગણાતરાનાં અનુમાન મુજબ ભારતની વર્તમાન મોસમના રૂ નિકાસના સોદા ૨૫ લાખ ગાંસડી ગોઠવાઈ ગયા છે અને તેમાંથી ૧૦ લાખ ગાંસડી નિકાસ થઇ ગઈ છે. અમેરિકન કૃષિ મંત્રાલયની સંસ્થા વર્લ્ડ એગ્રીકલ્ચરલ સપ્લાય એન્ડ ડીમાન્ડ એસ્ટીમેટનો ૨૦૧૮-૧૯ના વૈશ્વિક આગાહીની પાછલા મહિનાની તુલના અહેવાલને સાથેની તુલનામાં કહે છે કે ગત મહિને ઉત્પાદન અને વપરાશ ઘટ્યા હતા, વેપાર થોડો વધ્યો હતો એ સાથે જ વર્ષાંત સ્ટોક પણ સહેજ વધુ રહેવાની શક્યતા છે.

    ભારત, પાકિસ્તાન, ચીન, તુર્કમેનિસ્તાન અને તુર્કીમાં રૂ પાક નબળો આવવાની સંભાવનાએ જાગતિક ઉત્પાદનમાં ૬.૪૫ લાખ ગાંસડીનો ઘટાડો સંભવિત છે. પરંતુ બ્રાઝીલના પાકમાં ૧૦ લાખ ગાંસડી અને અમેરિકન પાકમાં મામુલી વૃદ્ધિ શક્ય જણાતા ઉક્ત દેશોનો ઘટાડો સરભર થઇ જશે. ચીનમાં ૧૦ લાખ ગાંસડી વપરાશ ઘટાડાને લીધે વૈશ્વિક રૂ વપરાશ ૧૩ લાખ ગાંસડી ઘટી શકે છે. પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કીમાં પણ વપરાશ ઘવાની સંભાવના છે. ભારત, પાકિસ્તાન અને મલેશિયાની આયાત વધશે જ્યારે ભારત, આર્જેન્ટીના, બ્રાઝીલ

    અને ઉઝબેકિસ્તાન જેવા દેશની નિકાસ પણ વધવાની શક્યતા હોવાથી વૈશ્વિક આયાત-નિકાસ વેપારમાં ૬ લાખ ગાંસડીનો વધારો થશે. આ બધા વચ્ચે ૨૦૧૮-૧૯નો જાગતિક વર્ષાંત સ્ટોક, ગતવર્ષની તુલનાએ ૭૩ લાખ ગાંસડી વધીને ૭૩૨ લાખ ગાંસડી અંદાજીત છે. વિશ્વબજારમાં રૂના વાર્ષિક સરેરાશ ભાવ ૬૯થી ૭૭ સેન્ટ અને મીડપોઈન્ટ ભાવ ગતવર્ષના સરેરાશ ભાવથી બે સેન્ટ નીચા ૭૩ સેન્ટ મુકાયા છે. તા. ૧૩-૧૨-૨૦૧૮

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ