યસ બેંકના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની જરૂર નથી. હું ખાતરી આપું છું કે તમામ ખાતાધારકોના પૈસા સુરક્ષિત છે. કોઇ ખાતાધારકને નુકસાન નહીં થાય. તેમણે કહ્યું કે સરકાર સતત RBIના સંપર્કમાં છે. યસ બેંકનો મુદ્દો બહુ જલ્દી જ ઉકેલાઇ જશે. ઉલ્લેખનીય છે કે, RBI ગર્વનર શક્તિકાંત દાસે પણ શુક્રવારે એક માહિતી આપતા જણાવ્યું હતું કે ખાનગી બેન્ક સંલ્ગન મુદ્દે સમાધાન વહેલી તકે થઈ જશે. આ માટે 30 દિવસનો સમય નક્કી કરાયો છે. રિઝર્વ બેન્ક ઝડપી કાર્યવાહી કરશે.