ઈન્ફૉર્સમન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગુરુવારે મની લોન્ડરિંગ મામલે યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર અને તેમના પરિવારની લગભગ 1,400 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. કપૂર પરિવારની લંડન, ન્યૂયોર્ક, દિલ્હી અને મુંબઈ સ્થિત સંપત્તિને જપ્ત કરવામાં આવી છે અનેક લક્ઝરી કારને પણ સીઝ કરવામાં આવી છે.
રાણા કપૂર અને તેમના પરિવારની જે સંપત્તિઓ સીઝ કરવામાં આવી છે તેમાં મુંબઈની એક બિલ્ડિંગ, કેટલાક ફ્લેટ, દિલ્હીના અમૃતાા શેરગિલ માર્ગ પર સ્થિત એક બંગ્લો, લંડન અને ન્યૂયોર્કમાં સ્થિત સંપત્તિઓ સામેલ છે. કપૂર પરિવારની 50 કરોડ રૂપિયાની FDને પણ જપ્ત કરવામાં આવી છે.
આ વર્ષે માર્ચમાં CBIએ રાણા કપૂરની પત્ની અને દિકરીની વિરુદ્ધ કથિત લાંચ લેવાનો કેસ દાખલ કર્યો હતો. રાણા કપૂરની દિકરી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પર જ રોકી લેવમાં આવી હતી. રોશની લંડન જવા માટે રવાના થઈ રહી હતી. CBIએ રાણા કપૂરના પરિવારની વિરુદ્ધ કથિત રીતે 600 કરોડ રૂપિયાની લાંચ લેવા મામલે સાત ઠેકાણાઓ પર દરોડ પાડ્યા હતા.