દેશમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે અને દિલ્હી ઓમિક્રોનના કેસનું હોટસ્પોટ બન્યું છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૭૦૦થી વધુ થયા છે, જેમાં દિલ્હી ૧૬૫થી વધુ કેસ સાથે ટોચ પર છે. દિલ્હીમાં ઓમિક્રોનના કેસ વધતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીમાં 'યલો એલર્ટ' જાહેર કરી હતી, જેને પગલે દિલ્હીમાં સ્કૂલ, કોલેજ, થીયેટર, જીમ બંધ થઈ જશે. બીજીબાજુ દેશમાં કોરોનાના નવા ૬,૩૫૮ કેસ નોંધાયા છે અને વધુ ૨૯૩નાં મોત નીપજ્યાં છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૪૭ કરોડ થયા છે જ્યારે મૃત્યુઆંક ૪.૮૦ લાખને પાર થયો છે. કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૭૫,૪૫૬ થયા છે.