હવામાન વિભાગે દેશના ૧૫ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ પર સક્રિય મોનસૂન સિસ્ટમ હવે નબળી પડી છે પરંતુ મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, તમિલનાડુ તથા ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોમાં ચક્રવાતી પવનોનું ક્ષેત્ર સક્રિય બનતાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણ ગોવા ક્ષેત્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તામિલનાડુના ચેન્નાઈમાં વર્ષનો સૌથી વધારે વરસાદ પડયો છે. ગત ચોવીસ કલાકમાં ૧૦૦ મિમી વરસાદ પડતાં જનજીવન બેહાલ બન્યું હતું. અત્યાર સુધીમાં એક વ્યક્તિનાં મોતની ખબર છે.