અમૌસી સ્થિત ઝોનલ હવામાન વિભાગના કેન્દ્રે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં રાજ્યના 38 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે 26 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની આગાહી કરી છે. ત્યાર બાદ હવામાન ચોખ્ખું થઈ જશે. જોકે, આ દરમિયાન હળવો વરસાદ પણ પડી શકે છે.