ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ તથા ‘કહાની ઘર ઘર કી’ સિરિયલથી લોકપ્રિય થયેલા એક્ટર તથા મોડલ 44 વર્ષીય સમીર શર્માએ બુધવાર (પાંચ ઓગસ્ટ)ના રોજ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોનામતે, 44 વર્ષીય સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સમીર મલાડ વેસ્ટમાં અહિંસા માર્ગ પર નેહા CHS નામની બિલ્ડિંગમાં રહેતો હતો. સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અહીંયા રહેવા આવ્યો હતો. હાલમાં સમીર ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં કુહૂ (કાવેરી પ્રિયમ)ના પિતાનો રોલમાં જોવા મળતો હતો. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં અક્ષરાના ભાઈની ભૂમિકા પણ સમીરે ભજવી હતી.
બે દિવસ પહેલાં આત્મહત્યા કરી
પોલીસના મતે એક્ટરે બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એક્ટર સાથે જોડાયેલા સૂત્રોના મતે, છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. જોકે, થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જોકે, લૉકડાઉન બાદથી તેનો ટ્રેક શરૂ થયો નહોતો.