કર્ણાટકમાં ભાજપ નેતા યેદિયુરપ્પાની સરકાર દ્વારા વિધાવસભામાં વિશ્વાસનો મત જીતવામાં આવ્યો હતો. રાજ્યની સત્તા સંપૂર્ણપણે હવે ભાજપનાં હાથમાં ગઈ હતી. ગૃહમાં ધ્વનિમતથી વિશ્વાસનો મત પસાર કરવામાં આવ્યો હતો. બહુમતી પુરવાર કર્યા પછી હવે ૬ મહિના સુધી ફરી ચૂંટણી માગી શકાશે નહીં આમ ૬ મહિના સુધી કર્ણાટકને ભાજપની સ્થિર સરકાર મળશે. કોંગ્રેસ અને જેડીએસ દ્વારા ફ્લોરમાં વોટનું ડિવિઝન માગવામાં આવ્યું ન હતું. યેદિયુરપ્પાએ વિશ્વાસનો મત જીતતા જ ત્યાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો હતો. સરકાર રચવાનો અને પાડવાની ટાંટિયાખેંચની રમત હાલ પૂરતી બંધ થઈ હતી. વિશ્વાસ મતના પ્રસ્તાવ પછી સ્પીકરે વિપક્ષ નેતા સિધ્ધરામૈયાને પૂછયું હતું કે શું તેઓ આ મુદ્દે ચર્ચા કરવા માગે છે? ત્યારે સિધ્ધરામૈયાએ ચર્ચા થવી જોઈએ તેમ કહેતા વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા હાથ ધરાઈ હતી. જેડીએસનાં નેતા અને પૂર્વ સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે અમે ક્યારેય ભાજપની સભ્યસંખ્યા ૧૦૫થી ઘટાડીને ૧૦૦ કરીશું નહીં.