કોંગ્રેસ-JDSની ગઠબંધનવાળી સરકાર મંગળવારે સાંજે પડી ગઈ છે અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાનું રાજીનામું પણ સોંપી દીધું છે. ત્યારે બુધવારે ભાજપે ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. મહત્વનું છે કે રાજ્યના પાર્ટી અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તે માટે તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહને પત્ર લખ્યો છે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આ કર્ણાટકના લોકોની હાર થઈ છે અને લાલચી-સ્વાર્થી નેતાઓની જીત થઈ છે.