કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી. એસ. યેદીયુરપ્પાએ શુક્રવારે સાજે છ વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા. ૩૧ જુલાઈ સુધીમાં તેમણે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની રહેશે.
મંગળવારે વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસની એચ. ડી. કુમારસ્વામીની સરકાર વિશ્વાસનો મત હાંસલ ન કરી શકી એના બે દિવસ બાદ રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદીયુરપ્પાને રાજ્યના ૨૫મા મુખ્ય પ્રધાન તરીકે શપથ અપાવ્યા હતા.
૨૨૪ વિધાનસભ્યો ધરાવતા સદનમાં હાલમાં ૨૨૨ સભ્યો છે અને રાજીનામું આપનારા ૧૪ વિધાનસભ્યોનાં રાજીનામાં વિશે સ્પીકરે નિર્ણય લેવાનો બાકી છે. તમામ વિધાનસભ્યો ગૃહમાં હાજર રહે તો યેદીયુરપ્પાને બહુમતી પુરવાર કરવા ૧૧૨ વિધાનસભ્યોનું સમર્થન જોઈશે. આથી જરૂરી છે કે બળવાખોર વિધાનસભ્યો યેદીયુરપ્પાના સમર્થનમાં મત આપે અથવા ગૃહની કાર્યવાહીમાં ભાગ ના લે.