IPLની 13મી સીઝનની હરાજી ગુરુવારે કોલકાતામાં થઇ હતી. મુંબઈનાં યુવા ક્રિકેટર યશસ્વી જયસવાલને રાજસ્થાન રોયલ્સે 2.40 કરોડમાં ખરીદી લીધો છે. તેમની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. જણાવી દઈએ કે તે સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. પંજાબની ટીમે આ ખેલાડી માટે 80 લાખ જ્યારે કોલકાતાએ 1.9 કરોડની બોલી લગાવી હતી. જ્યારે રાજસ્થાન બે કરોડનાં આંકડા પર પહોંચી ગઈ ત્યારે કેકેઆરે બોલી લગાવવાની બંધ કરી દેતા રાજસ્થાન આ ખેલાડીને પોતાની ટીમમાં લઇ જવામાં સફળ રહ્યો.
પાણીપૂરી વેચવાનું કામ પણ કર્યું
ઉલ્લેખનીય છે કે મુંબઈનાં બેટ્સમેન યશસ્વી જયસવાલ પ્રતિષ્ઠિત વિજય હજારે ટ્રોફીમાં ડબલ સેન્ચુરી ફટકારી ચુક્યા છે. સાથે સાથે તેમણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમણે બેન્ગ્લુરુંમાં ઝારખંડ વિરુદ્ધ વિજય હજારે ટ્રોફીમાં 203 રન ફટકાર્યા હતાં. તેમના માટે ક્રિકેટર બનવું ખુબ અઘરું હતું. માત્ર 11 વર્ષની ઉંમરે 2012માં તે ક્રિકેટર બનવાનું સપનું લઈને પોતના કાકા સાથે મુંબઈ પહોંચ્યો હતો. એક ડેરીની દુકાનમાં રાત વિતાવતો હતો અને પાણીપૂરી વેચવાનું કામ પણ કર્યું.
યશસ્વી લીસ્ટ Aમાં ડબલ સેન્ચુરી લગાવનાર સૌથી ઓછી ઉમરનો ખેલાડી છે. તેમણે માત્ર 17 વર્ષની ઉમરમાં ડબલ સેન્ચુરી કરી હતી. 21મી સદીમાં જન્મેલ યશસ્વી જયસવાલ ડબલ સેન્ચુરી લગાવનાર એક માત્ર ખેલાડી છે, એટલે કે પાછલા 18 વર્ષમાં આ કીર્તિમાન કોઈએ પોતાના નામે નથી કર્યું.