Xiaomiએ પોતાનો પહેલો ગેમિંગ સ્માર્ટફોન Black Sharkને ચીનમાં લૉન્ચ કરી દીધો છે. આ નવા સ્માર્ટફોનમાં ગેમિંગ માટે ખાસ પ્રકારના ફીચર્સ આપવામા આવ્યા છે, જેમાં સ્માર્ટફોનન ઓવરહીટિંગથી બચાવતું લિક્વિડ કૂલિંગ સિસ્ટમ પણ સામેલ છે. ચીની માર્કેટમાં 20 એપ્રિલથી આ ફોનનું વેચાણ શરૂ થઇ જશે. જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ સ્માર્ટફોન ક્યારે આવશે તે અંગે હજુ સુધી કંપની દ્વારા માહિતી અપાઈ નથી.