આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન)માં વાલીઓની આવક વધુ હોવાનું સામે આવતા આવકના ખોટા પુરાવાથી થયેલા પ્રવેશ રદ કરવામાં આવે છે. પરંતુ આ પ્રવેશ રદ થતા ખાલી પડતી આરટીઈની બેઠકોમાં પ્રવેશ માટે કોઈ ચોક્કસ નીતિ જ નથી અને આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી. જેથી કેટલીક ખાનગી સ્કૂલો આરટીઈના રદ થયેલા પ્રવેશની બેઠકોમાં મોટી ફી કે ડોનેશનલ લઈને પણ પ્રવેશ આપી દેતી હોવાની ફરિયાદો ઊઠી છે.