AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે એક સમાચાર પત્રનો ઉલ્લેખ કરી ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ચાર બાળકોએ પરીક્ષામાં જય શ્રીરામ લખ્યું તો પરીક્ષક તેમને 50 ટકા નંબર આપી દીધા.’
ઓવૈસીએ ચાર નામોનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘મને તે ચાર બાળકોના નામ ખબર પડી ગઈ છે, જેમાં પહેલું નામ નરેન્દ્ર મોદી, બીજું અમિત શાહ, ત્રીજું યોગી આદિત્યનાથ અને ચોથું જે.પી.નડ્ડાનું નામ છે. તેઓ ભલે કાંઈ ન કરે પણ તેમને વોટ આપો. જો આ લોકો પરીક્ષામાં જય શ્રીરામ લખે તો તેમને 50 ટકા નંબર મળી જાય. જો આપણી દિકરી હિજાબમાં જઈ રહી હોય ત્યારે તેઓ કહે છે કે, અમે તમને પરીક્ષામાં લખવા નહીં દઈએ.’