કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરરિયાણા વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. કોંગ્રેસ વિનેશને જુલના વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપશે જ્યારે બજરંગ પૂનિયા ચૂંટણી નહીં લડે. હરિયાણા વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસની ઈલેક્શન કમિટીની બેઠક મળી હતી. અત્યાર સુધીમાં કૂલ 71 સીટો પર નિર્ણય લેવાઈ ગયો છે. બજરંગ પૂનિયા ચૂંટણી નહીં લડે. જો કે અગાઉ એવી ચર્ચા હતી કે પૂનિયા બાદલી વિધાનસભા સીટથી ચૂંટણી લડી શકે છે. કારણ કે બજરંગ બાદલીથી આવે છે. પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે કે તેઓ ચૂંટમી નહીં લડે માત્ર કોંગ્રેસ માટે પ્રચાર કરશે.