ગુજરાતમાંથી ડાયનાસોરના સમયની વિશ્વની સૌથી નાની વનસ્પતિ મળી આવી છે. ફક્ત 1.2 સેમીની માત્ર બે પાંદડા જ ધરાવતી આ વનસ્પતિ ડાંગ, તાપી અને નર્મદામાં થાય છે. સુરત જિલ્લાના ઓલપાડના ઇશનપોર ગામના મિતેષ પટેલને ડાંગના ઝાંખાના ગામમાંથી એક અજોડ વનસ્પતિ હાથ લાગી છે. તેની ઊંચાઇ માત્ર 1થી 1.2 સેમી છે. દુનિયામાં આ વનસ્પતિની 45 પ્રજાતિ છે આ 46મી તેમણે શોધી છે.