ભારતના સૌથી પ્રથમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે અવસાન થયું છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ તેમના 100મા જન્મદિને સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો કેક સાથે પહોંચ્યા હતા. તેમના મૃત્યુ બાદ વિશ્વના સૌથી વૃદ્ધ ક્રિકેટર તરીકે ન્યૂઝીલેન્ડના એલન બર્ગેસ છે. તેમનો જન્મ 1 મે, 1920ના રોજ થયો હતો.
રાયજી, જમણા હાથના બેટ્સમેન હતા. 1940ના દાયકામાં તેઓ ફરેસેટ કેલાસની 9 મેચ રમ્યા હતા, જેમાં 277 રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર 68 રન હતો. દક્ષિણ મુંબઈના બોમ્બે જીમખાનામાં ભારતે પ્રથમ ટેસ્ટ મેચ રમી ત્યારે ઈતિહાસકાર રાયજી 13 વર્ષના હતા. તેઓ ભારતીય ક્રિકેટના સમગ્ર પ્રવાસનો સાક્ષી રહ્યા છે. તેઓ બોમ્બે (હાલ મુંબઈ) અને બરોડા માટે રમી ચૂક્યા છે.
રાયજીએ લાલા અમરનાથ, વિજય મર્ચેન્ટ, સી.કે. નાયડુ અને વિજય હજારે સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે.