આખી દુનિયામાં વર્ષ 1993થી 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ લખનઉમાં 'કેચ ધ રેઇન' (Catch the Rain) અભિયાનની શરૂઆત કરાવી છે. જે દ્વારા મધ્યપ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓને અનાવૃષ્ટિમાં રાહત મળશે. પીએમ મોદીએ વીડિયો કેન્ફરન્સિંગ દ્વારા આ અભિયાનની શરૂઆત કરી છે.
આ અભિયાન ચોમાસાની શરૂઆત પહેલાં અને દરમિયાન પુરું થાય તે હેતુથી 22 માર્ચથી 30 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. અભિયાન ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં ચલાવવામાં આવશે. જળ સંરક્ષણમાં જન ભાગીદારી માટે આ અભિયાનને જન આંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ વરસાદના પાણીને બચાવવા અને સંરક્ષિત કરવા લોકોને આગળ લાવવાનો છે.