દાંડિયો-1
ધીમંત પુરોહિત
“મેં મિલટરી ઓપરેશનનો નિર્ણય લીધો છે.” ગુરુવારે સવારે રશિયન પ્રેસિડંટ પુતિને અચાનક ટીવી પર આવીને આ જાહેરાત કરી. એ સાથે જ યુક્રેન પર હવાઈ હુમલાઓ સાથે રશિયન સેના યુક્રેનમાં ઘુસી અને થોડા જ સમયમાં યુક્રેનના ૧૧ એર બેઝ સહિત ૭૪ મિલટરી સ્ટેશનને ધ્વસ્ત કરી દીધા સૈનિક અને નાગરિક મૃત્યુના સાચા આંકડા હજી સામે નથી આવ્યા પણ રશિયાના હવાઈ હુમલાનું પ્રમાણ જોતા મૃત્યુના આંકડા અનેક ગણા મોટા હશે. અમેરિકન પ્રેસિડંટ બાઈડને ગંભીર પગલાની ચેતવણી આપી. જેની પુતિન પર કોઈ અસર નથી. આમાં ભારત માટે મોટું ધર્મ સંકટ છે. મોદી અમેરિકા અને રશિયા બંને સાથે દોસ્તી રાખવા માંગે છે. જો કે યુક્રેને આ યુધ્ધ રોકવા પુતિન સાથે વાત કરવા મોદીને વિનંતી કરી છે.
આ યુદ્ધનું પરિણામ જે આવે તે, વિશ્વ પર એની લાંબા ગાળાની અસરો પડવાની છે, એમાં કોઈ શક નથી. સૌપ્રથમ તો ભારત સહિત દુનિયા ભરના શેર બજારોમાં મોટા ગાબડા પડ્યા છે. જો કે આ તો પ્રારંભિક અસર માત્ર છે. યુદ્ધ જો ખેંચાશે, તો બીજા દેશો પણ એમાં જોડાશે અને એ પરિસ્થિતિ દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ ભણી પણ ખેંચી જાય. પહેલા અને બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત આવા એકાદ હુમલાથી જ થઇ છે. ૧૯૪૫મા બીજા વિશ્વ યુદ્ધના અંત પછી નાનાં મોટા યુધ્દ્ધ તો થયા છે, પણ છેલ્લા આઠ દાયકામાં દુનિયાભરના દેશો સામેલ હોય એવા યુદ્ધ નથી થયા.
બીજા વિશ્વ યુધ્ધમાં બ્રિટન, અમેરિકા અને રશિયા ભેગા મળીને જર્મની સામે લડ્યા હતા. જો કે, વિશ્વ યુદ્ધ બાદ મૂડીવાદ અને સામ્યવાદ ભેગા રહે એ શક્ય જ નહોતું, એટલે વર્ષો સુધી અમેરિકા અને રશિયા બે મહાસત્તાઓ વચ્ચે કોલ્ડ વોર ચાલ્યું. બાદમાં રશિયાને એક નેતા મળ્યા – ગોર્બોચોવ – જેણે સામ્યવાદી સોવોયેત રશિયાને બે નવા વિચાર આપ્યા - ગ્લાસ્નોસ્ત અને પેરેસ્ત્રાઈકા. જેના પગલે ૧૯૮૯ બાદ રશિયા નું વિભ્જન થયું. જેમાં યુક્રેન સહિત નાના મોટા અનેક દેશો રશિયાથી સ્વતંત્ર થયા. જેનાથી વિશ્વમાં બેના બદલે એક માત્ર મહાસત્તા રહી – અમેરિકા.
પુતીનનું યુક્રેન પરનું આક્રમણ રશિયાના પુનર્ગઠન તરીકે પણ જોવામાં આવે છે. જો પુતિનને આમાં સફળતા મળે, તો દુનિયામાં ત્રણ દાયકા બાદ ફરી બે મહા સત્તાઓની ધરી બનશે. જો કે એમાં ચીનની ભૂમિકા પણ અગત્યની રહેશે, કારણકે ૧૯૪૫મા ચીનની કોઈ હસતી નહોતી. આજે ચીન પોતે એક મહાસત્તાનો દાવેદાર છે. આમાં ભારત ક્યા?
એક રસપ્રદ એનાલોજી એક રશિયન રીસર્ચરે આપી છે – “રશિયા માટે યુક્રેન એ છે, જે ભારત માટે પાકિસ્તાન છે.” રશિયાએ તો અમેરિકાને ગણકાર્યા વિના યુક્રેન પર હુમલો કરી દીધો છે અને પુતિન ઈચ્છે તો યુક્રેનને પાછું રસિયામાં ભેળવી પણ દઈ શકે એમ છે. શું ભારત એનાથી છુટા પડાયેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશને પાછા મેળવીને અખંડ ભારત બનાવી શકાશે?