વિશ્વભરના લોકોમાં થિયેટર પ્રત્યે ખુબ જ લગાવ જોવા મળે છે. વિશ્વમાં 27 માર્ચને વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રંગમંચ એ લાગણી સાથે સંવાદ અન અભિમયનો અદ્ભૂત સંગમ છે. વિશ્વભરની વિવિધ કળા, સંસ્કૃતિ અને પરંપરાઓને લોકો સુધી પહોંચાડવા માટે રંગભૂમિ એ એક ઉત્તમ માધ્યમ છે. કલાકારો માટે આ દિવસ ખુબ જ મહત્વનો છે. આ દિવસે ખાસ કલાકારોને સન્માનિત પણ કરવામાં આવતા હોય છે. ઘણાં લોકો આ દિવસને માત્ર મનોરંજન તરીકે જ જાણે છે. પરંતુ એવું નથી. આ સાથે થિયેટર પણ નાટકો દ્વારા લોકોને સામાજિક સમસ્યાઓથી વાકેફ કરે છે. સમાજનો વિકાસ કરવા માટે અને સાચો સંદેશ આપવા માટે પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો જાણીએ આખરે 27 માર્ચે કેમ વિશ્વ રંગમંચ દિવસ ઉજવવામાં આવે છે.