અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રંપ માટે ખાસકરીને ડિઝાઈન કરવામાં આવેલી લિમો કાર ટુંક સમયમાં તૈયાર થઈ જશે. 1.5 મિલિયન અમેરિકન ડોલર(લગભગ 97808400 રુપિયા) કિંમત ધરાવતી આ કેડિલેક કારમાં આઠ ઈંચ જાડા દરવાજા, બોમ્બ-પ્રુફ એક્ટિરિયર અને કેમિકલ અટેક જેવી પરિસ્થિતિ માટે ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આ કાર ફાઈનલ ટેસ્ટ્સ માટે સિક્રેટ સર્વિસને સોંપવામાં આવી છે.